જમાઈરાજ

(47)
  • 6.7k
  • 1
  • 2.2k

" મારે આ એડ્રેસ ઉપર જવું છે. મને જરા ગાઈડ કરશો ? " અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રીક્ષા ઉભી રખાવીને વાડીગામ ભજીયા હાઉસની બાજુમાં ઊભેલા એક શિક્ષિત દેખાતા વડીલને ધર્મેશે ચિઠ્ઠી બતાવી. "અચ્છા તો તમારે પુનિત પોળ માં જવું છે ! જુઓ આ સામે દેખાય ને એ જ પુનિત પોળ ! તમે અંદર જઈને પૂછી લેજો ને. કારણ કે પોળ તો મોટી છે અને હું એ પોળમાં નથી રહેતો. " ધર્મેશે રીક્ષાવાળાને પૈસા ચૂકવી છૂટો કર્યો અને જરાક આગળ ચાલીને પુનિત પોળમાં પ્રવેશ કર્યો. થોડુક અંદર ચાલીને ચોક વટાવ્યા પછી એક મકાનની બહાર ચોકડીમાં બેસીને કપડ