દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-18: સપનોની ઉડાન

  • 2.6k
  • 938

ભાગ-18: સપનોની ઉડાન ઇશીતાએ પોતાના આંસુ લૂછયા અને કહ્યું," ઇનફ ડેડ. બસ બહુ થયું. હવે હું એક શબ્દ પણ નહીં સાંભળું." કાવ્યાની આગળ આવીને રાજદીપ સામે નિડરતાથી ઉભી રહીને ઇશીતાએ બોલવાનું શરૂ કર્યું. " બસ. અત્યાર સુધી બહુ મનમાની કરી લીધી તમે, પણ હવે નહીં. અત્યાર સુધી તમે જે કંઈપણ કરવા કહ્યું, એ બધું જ મેં કર્યું. કોઈપણ જાતની ફરિયાદ કર્યા વગર કર્યું. પણ હવે એવું નહીં થાય. તમે ક્યારેય એકવાર પણ મારે શું કરવું છે, મારે શું જોઈએ છે એ પૂછ્યું છે? મારા મનની ઈચ્છા શું છે એ જાણવા ક્યારેય પ્રયત્ન કર્યો છે? હું કેવી પરિસ્થિતિમાં છું શું એ