પોસ્ટકાર્ડ

(20)
  • 4.6k
  • 1
  • 1.1k

એલા રઘલા કેટલા દિવસ થયા ઉધાર સામાન લઈ ગયો છે પૈસા નથી આપવા ?બજાર માં રઘલા ને જોતા જ અનાજ ના દુકાનદાર કાનજી ભાઈ બોલ્યા.રઘલો હાથ જોડતા બોલ્યો શેઠજી આટલા દિવસ ખમ્યા તમારી મહેરબાની બેચાર દિવસ માં આપી દઈશ.ઘરે પહોંચતા જ મકાનમાલિક બોલ્યો એલા રઘલા ત્રણ મહિના થયા ભાડુ આપ્યું નથી, ભાડુ આપ નહીંતર રૂમ ખાલી કર.રઘુ હાથ જોડતા બોલ્યો માઈબાપ થોડું ખમી જાવ બધુ કરી આપું છુંઆમતો મુળ નામ રઘુનાથ પણ ગરીબ માણસ ને માન નથી હોતું એ વાત સાચી પાડવી હોય એમ બધા એને રઘલા નામથી જ બોલાવતા અને એનો રંજ પણ રઘુનાથ ને ન્હોતો.ઘરડા મા બાપ,પત્ની અને