સંઘર્ષ - (ભાગ-10)

  • 3.3k
  • 1k

સૌ બહુ ખુશ હતા.... ગુસ્સો કરતા મામાંના ઘેરથી ગયા હતા અને અત્યારે હસતા હસતા સૌ પાછા ફર્યા. આમને ખુશ જોઈ મામી પણ ખુશ થઈ ગયા. સૌ સાથે મળી ઘણી વાતો કરી .... એમાં સૌથી વધારે ચર્ચામાં શાંતિબા રહ્યા. " પિહુ તને ખબર છે ? હું તારા પપ્પાને જોવા ગયેલો.... મને તો તારા પપ્પા બહુ ગમી ગયા. મેં સગાઇ માટે હા પાડી પણ શાંતિબા કે શેરમાં મોટી થયેલી છોરીની હું પરીક્ષા કર્યા વગર વહુ ના બનાવું .... છેક અમદાવાદ આવ્યા. " " પણ મમ્મીને તો જોબ હતી એને ક્યાં ગામડે રેવાનું હતું .... જવાનું તો પપ્પાએ હતું .... મમ્મી સાથે .....