ઘર

(19)
  • 2.3k
  • 844

" ઘર " સિમોલીના મુખ ઉપર આજે એક અજબ પ્રકારની ખુશી નજરાઈ રહી હતી. કંઈક હાશિલ કર્યાની ખુશી હતી તે, કંઈક મેળવ્યા પછી સંતોષ અનુભવ્યાની ખુશી હતી તે..! અને મમ્મી-પપ્પાના મુખ ઉપર પણ ખુશી હતી પોતાની દીકરી સીમોલી માટે ગૌરવ અનુભવ્યાની એક અદ્ભુત ખુશી.... ગૌરવ કેમ ન હોય...!! દીકરા કરતાં પણ ચડિયાતી, આગળ નીકળી જાય તેવી હતી તેમની દીકરી સીમોલી..!! ખૂબ જ લાડકોડથી અને પ્રેમથી બંનેને દીકરાને અને દીકરીને ભાવનાબેન અને અતુલભાઈએ તકલીફો વેઠીને પણ ઇંગ્લિશ મીડિયમમાં ઉચ્ચ શિક્ષણ આપી ભણાવી ગણાવીને મોટા કર્યા હતાં કદાચ તેનું જ આ ફળ હતું ભાવનાબેનની અપાર ભક્તિ અને અતુલભાઇની ધર્મનિષ્ઠાએ તેમના ઘરને બચાવી