લાખોની ઉચાપત

(24)
  • 4k
  • 3
  • 1.3k

*લાખોની ઉચાપત* જાસૂસ કથા.... ટૂંકીવાર્તા... ૮-૭-૨૦૨૦. બુધવાર....આજથી બત્રીસ વર્ષ પહેલાં ની વાત છે....એક નાનું રળિયામણું ગામડું હતું....ગામમાં સાંજે બધાં વાળું કરીને ફળિયાની બહાર ખુલ્લી જગ્યા હતી ત્યાં બધાં બેસતાં હતાં અને અલક મલક ની વાતો કરતાં અને આવડે એવાં ભજનો ગાતા અને આનંદપ્રમોદ કરતાં અને પછી વહેલાં સૂઈ જતાં જેથી સવારે વેહલા ઉઠીને કામગીરી માં સૌ લાગી જતાં...આવીજ રીતે એક દિવસ સાંજનું વાળું કરીને ખુલ્લી જગ્યામાં બેસીને વાતો કરતાં હતાં ત્યાં એક પચીસ થી ત્રીસ વર્ષનો યુવાન આવ્યો સાયકલ લઈને એણે ઝભ્ભો લેંઘો પેહર્યા હતાં અને માથે સફેદ ટોપી પહેરી હતી...આવીને એણે બધાને એ રામ રામ આ ડાયરાને એવું કહ્યું