કોઈ જ આવ્યું નથી.....

  • 3k
  • 920

મોક્ષ ઝડપથી ઘરે આવતો હતો. કોઈ જ કારણ વિના આજે રોજ કરતાં વધારે સ્પીડમાં કાર ચલાવતો હતો. કોણ જાણે કેમ પણ કંઈક અંદરથી ખુશી મહેસુસ કરતો હતો. જાણે કશુંક આનંદપ્રદ ના બનવાનું હોય...!! ક્યારેક અશુભના ઍધાણ મળી જતાં હોય છે એમ ક્યારેક શુભના પણ ઍધાણ મળી જ જાય છે ને.! ઘરે આવી પહોંચ્યો. રોજના ક્રમ પ્રમાણે દરવાજે લગાડેલું લેટરબૉક્સ ખોલ્યું. ત્રણચાર ટપાલ હતી. એક કવરતો એકદમ પરિચિત અક્ષરોવાળું હતું જે જોઇને મોક્ષ ચોંકી ગયો...ધ્રાસકો પડ્યો...અરે..આ પાછું શું તોફાન આવ્યું ? બહુ વર્ષો પછી જોવા મળ્યાં આ અક્ષરો.....અગાઉ તો જ્યારે પણ આ અક્ષરવાળું એન્વલપ આવતું ત્યારે એમાં કશીક ઉપાધિ આવી