શાતિર - 5

(102)
  • 8.6k
  • 7
  • 5.2k

( પ્રકરણ : પાંચ ) ‘તને કહું હું કોણ બોલું છું ?’ કબીરના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાંથી એ આદમીનો અવાજ સંભળાયો : ‘હું તારી લાડકી દીકરી કાંચીને કિડનેપ કરનાર કિડનેપર બોલું છું !’ અને આની સાથે જ સામેથી કૉલ કટ્‌ થઈ ગયો. કબીર ખુરશી પરથી ઊભો થઈ ગયો. તેણે હોટલમાં ઝડપી નજર ફેરવી. તેની પુરાણી સાથી અને હાલમાં અહીં વેઈટ્રેસ તરીકે કામ કરતી તાન્યા દેખાઈ નહિ. કબીર હમણાં જે નંબર પરથી કૉલ આવ્યો હતો, એ નંબર પર કૉલ લગાવીને, મોબાઈલ કાન પર મૂકતાં હોટલની બહારની તરફ ધસ્યો. તે હોટલની બહાર નીકળીને ફૂટપાથ પર ઊભો રહ્યો, ત્યારે મોબાઈલમાં સામેથી બીજી રિંગ