શાતિર - 4

(98)
  • 8.1k
  • 6
  • 5.6k

( પ્રકરણ : ચાર ) આઠ વરસની જેલ કાપીને કબીર બહાર નીકળ્યો, ત્યારે તેના દિલો-દિમાગમાં તેની દીકરી કાંચી ફરતી હતી. તે જેલમાં ગયો ત્યારે તેની દીકરી કાંચી સાત વરસની હતી, અને અત્યારે હવે એ પંદર વરસની થઈ ચૂકી હતી. તેનું મન કાંચી પાસે પહોંચવા માટે અધિરું બન્યું હતું, પણ તે કાંચી માટે કોઈ ગિફટ્‌ લઈ લેવા માંગતો હતો. કબીર બજારમાં-એક રમકડાંની દુકાનમાં પહોંચ્યો. તેણે એક મોટું ટેડીબેર ખરીદયું. તે દુકાનની બહાર નીકળીને ફૂટપાથ પર આવ્યો, ત્યાં જ તેની નજર પાસે ઊભેલી પોલીસની જીપ પર પડી. -જીપની ડ્રાઈવિંગ સીટ પર સબ ઈન્સ્પેકટર ગોખલે અને પાછળની સીટ પર ઈન્સ્પેકટર સાઈરસ બેઠો હતો.