શાતિર - 3

(99)
  • 7.6k
  • 12
  • 5.9k

( પ્રકરણ : ત્રણ ) ગલીના બન્ને નુક્કડ તરફથી પોલીસની બે જીપો આવી રહી હતી અને કબીર બેન્કમાંથી ચોરેલા પચાસ કરોડ રૂપિયાથી ભરાયેલી હેન્ડબેગ સાથે ગલીની વચ્ચે ઊભો હતો. અત્યારે કબીર પાસે વિચારવાનો સમય નહોતો, અને તે વિચારવા રોકાયો પણ નહિ. કબીર ગલીના જે નુક્કડ પરથી તેના સાથીઓ તાન્યા, જયસિંહ અને હરમનની વેન તેને લીધા વિના ચાલી ગઈ હતી, એ બાજુના નુક્કડ તરફ દોડયો. કબીરને આ રીતના પોતાની જીપ તરફ દોડી આવતો જોતાં જ એ જીપમાં બેઠેલા પોલીસવાળાએ જીપ ઊભી રાખી દીધી. પણ કબીર રોકાયો નહિ. જીપની ડ્રાઈિંવંગ સીટની બાજુની સીટ પર બેઠેલો પોલીસવાળો બહાર નીકળીને, પોતાની બંદૂક કબીર તરફ