દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-15: ખુલાસો

  • 2.4k
  • 810

ભાગ-15: ખુલાસો કાવ્યાએ તરત પેલા વ્યક્તિઓને જોઈને દોટ મૂકી અને ઇશીતાના રૂમ આગળ આવીને ઉભી રહી ગઈ. તે પેલા વ્યક્તિઓને સીડીઓથી નીચે ઉતારતા જોઈ રહી. કાવ્યાના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ દેખાઈ રહી હતી અને મનમાં મનોમંથન ચાલી રહ્યું હતું. રૂમ આગળ આમ કાવ્યાને વિચારોમાં ખોવાયેલી જોઈને દેવ રૂમની બહાર આવ્યો. "ઓ મેડમ, ક્યાં ખોવાઈ ગઈ?" દેવે ચપટી વગાડી કાવ્યાનું ધ્યાનભંગ કરતા કહ્યું. "આ હમણાં અહીં આ રૂમમાંથી જે લોકો નીચે ગયા એ કોણ હતા?" કાવ્યાએ પોતાના મનના વિચારોનો ઉકેલ મેળવવા પ્રશ્ન કર્યો. "હમણાં ગયાં એ? એતો ઇશીતાના પેરેન્ટ્સ અને એનો ભાઈ હતા." દેવે જવાબ આપ્યો. કાવ્યા એ સાંભળીને હેરાન થઈ