સંઘર્ષ - (ભાગ-6)

  • 2.4k
  • 920

દર વર્ષની જેમ આ વર્ષે પણ વેકેશન માટે તેઓ નીકળ્યા.... પિહુએ તેના પપ્પાને કહ્યું " પપ્પા ગામડે જવુ છે દર વર્ષની જેમ?" મમ્મી સાથે તો મતભેદ થઈ ગયો છે ..... ત્યાં તો કોઈ જવાબની અપેક્ષા જ ના રખાય. " હા ...... " " અમદાવાદ લઇ લેજો ..... આનંદને મળતા જઈએ ..." મનીષા આટલુ બોલી બારી બહાર જોતી રહી. પિહુ આ સાંભળી ખુશ થઈ ગઈ તેને ગામડે જવુ નહોતું ગમતું, તે હંમેશા વેકેશનમાં તેના મામાંના ઘેર જ રોકાઈ જતી. જોત જોતામાં અમદાવાદ પહોંચી ગયા. પિહુ તો મામાંને જોતા જ ખુશ થઈ ગઈ. મામાંની અને ફઈની લાડકી બહુ હતી.