સગપણ સામસામા

(37)
  • 5k
  • 4
  • 1.4k

“સંયમ... તને શરમ નથી? સાત મહિનાથી તુ મારા જોડે રીલેશન રાખી રહ્યો છે, અને આજ... આજ તુ એમ કહી રહ્યો છે કે સોરી આરૂષી હું તારા સાથે સંબંધ જાળવી શકું તેમ નથી અને તે પણ તારી બહેનના કારણે? તારી બહેન પણ તારા જેવી જ હશે!” આટલું બોલતા જ આરૂષીની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા! “આરૂષી... તારે જે કહેવું હોય તે કહી શકે છે. મારા સાથે મુક્ત મનથી વાત કરવાનો તારો અધિકાર હું જતો નહિ કરું. તુ એકવાર મારી વાત શાંતિથી સાંભળ. મારી મજબુરી ને સમજવાની કોશિશ કર.પછી, તુ જે કહેશે...” આરૂષીએ વચ્ચેથી સંયમની વાત કાપી નાખતા કહ્યું, “હવે મારે તારી