ધૂપ-છાઁવ  - 1

(67)
  • 14.7k
  • 9
  • 9.7k

" ધૂપ-છાઁવ " પ્રકરણ-1 " જય સદ્દગુરૂ સ્વામી પ્રભુ, જય સદ્દગુરૂ સ્વામી.. ‌ સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી પ્રભુ, ‌ જય સદ્દગુરૂ સ્વામી...." લક્ષ્મીની સવાર રોજ આમજ પડતી. તમે ઘડિયાળ પણ મેળવી શકો એટલી નિયમિતતાથી સવારે 6.00 વાગે લક્ષ્મીના અવાજમાં પ્રભુની પ્રાર્થનાના સૂર રેલાઈ જતાં.. આજુબાજુ વાળાને પણ એલાર્મ ની જેમ 6.00 વાગે પ્રભુ ભક્તિમાં લીન લક્ષ્મીના ભજન-કીર્તન અને ઘંટડીના અવાજ ઉઠાડી દેતા હતા. લક્ષ્મીને પરણીને આવ્યે અઢી દાયકા વીતી ચૂક્યા હતા. પણ આ ઘરમાં તે છેલ્લા દશ વર્ષથી રહેતી હતી. વસ્ત્રાપુર લેક જેવા