Stay Blessed

(13)
  • 3.5k
  • 974

રાશીના ફોન માં રિંગ ઉપર રિંગ જતી હતી. રાશી ફોનની દિશામાં દોડી.ફોન હાથમાં લઈને જોયું તો તનિષ્કનો ફોન હતો. "હેલો" બોલતાની સાથે જ ફોનમાં ફાયરિંગ ચાલુ થઈ ગયું."ક્યાં જાય છે તું? જ્યારે ફોન કરું ત્યારે ફોન વ્યસ્ત જ હોય અથવા રિંગ વાગતી હોય.ફોન ફેંકી દે ગટર માં."રાશી ચૂપચાપ સાંભળતી હતી.તનિષ્કની વાત સાંભળીને રડી પડી રાશિ અને માત્ર એટલું જ બોલી 'તનિષ્ક, સાંભળતો ખરો.બહારથી થોડી વસ્તુઓ લેતો આવને પ્લીઝ, હું ભૂલી ગઇ છું."પણ સામેની બાજુથી ફોન કપાઈ ગયો હતો.રાશી એ રૂટિન ચાલુ કર્યું. રાત ના સાડા આઠ થઈ ગયા હતા.આજે ઓફિસમાં કામ પણ વધારે હતું અને એમાં માર્કેટિંગની જોબ એટલે આજે રોજ