ગોળધાણા

(34)
  • 8.9k
  • 1
  • 2.6k

" તમે પછી વેવાઈ સાથે વાત કરી ? તમે મારી વાત ગણકારતા જ નથી !! રીવાને એકવીસ વર્ષ પૂરા થઈ ગયા. બાવીસમું બેઠા ને ઉપર બીજા ચાર મહિના ગયા. તમે એકવાર એમની સાથે વાત કરી લો કે એમનો શું વિચાર છે ? " સરલાબેને રાત્રે હસમુખભાઈ ને ફરી યાદ દેવડાવ્યું. " હું મોકો જોઈને વાત કરીશ જયંતભાઈ સાથે. પણ તું અત્યારથી વેવાઈ વેવાઈ ના કર ! હજુ એમના મનમાં શું છે એ આપણે જાણતા નથી. જમાનો ઘણો બદલાઈ ગયો છે સરલા. " " આપણી ત્રણ વર્ષની રીવા સાથે પાંચ વર્ષના વિજયની સગાઈ બાળપણ માં એમણે કરેલી એ બધી વાત એમને પણ વિજય