વિશ્વ જળ પ્લાવિત દિવસ પૃથ્વી પરના એવા વિસ્તારો કે જે જળચક્ર, જમીનમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવામાં, કુદરતમાં કાર્બન અને નાઈટ્રોજન નુ સમતોલન જાળવવા માટે મહત્વનો ભાગ ભજવે છે.ખેતીવાડીના બચાવ માટે ઉપયોગી છે તે 'જળ પ્લાવિત વિસ્તાર' નું મહત્વ સમજાવવા ના હેતુથી 2 ફેબ્રુઆરી 1971થી 'આંતરરાષ્ટ્રીય જળ પ્લાવિત દિવસ' તરીકે ઉજવાય છે. આ વિસ્તારમાં વધારાનું પાણી જમા થવાથી જમીનની ખારાશ પણ અટકાવી શકાય છે. ઉપરાંત આ વિસ્તારો જૈવવિવિધતા ની બાબતમાં પણ સમૃદ્ધ છે. જળ પ્લાવિત વિસ્તાર એટલે કળણ, નીચાણનો ભેજવાળો ભૂમિભાગ અથવા પાણી કે જે કુદરતી અથવા કૃત્રિમ રીતે, કાયમી કે હંગામી રીતે