હસતા નહીં હો! - 12 - મારા મૃત્યુ પછી

  • 4k
  • 1.5k

(અહીં કોઈ મૃત્યુ વિશેની ફિલસુફી નથી,માત્ર હાસ્ય આપું છું.) "એ ગયો....એ ગયો....એ ગયો....ખરેખર મર્યો મુઓ!" યમરાજે જેવા મારા પ્રાણ પોતાની પેટીમાં પૂર્યા ને મારો કહેવાતો અંગત મિત્ર મીઠાઈનું ખોખું (અલબત્ત ભરેલું ) સીમા પર આતંકવાદી મરાયો હોય એવા આનંદથી ઉપર મુજબના શબ્દો બોલતો હોસ્પિટલના ઓરડામાંથી બહાર આવ્યો.અડધી કલાકથી ડોકટર મને મારવાનો પ્રયત્ન કરતા હતા પણ હું સાલો એવો જીદી કે મરું જ નહીં ને!મારા એ અંગત મિત્રએ તો મને કહ્યું પણ ખરું કે,"ભાઈ,હવે દયા કર ને યાર પૃથ્વી પર!બસ હવે.કેટલુંક જીવવાનું હોય પછી! તારી ભાભીને લઈને ફિલ્મ જોવા જવાનું છે.નીકળ ને હવે તો સારું!"પણ પૃથ્વી મારા વિના કેમ નભશે?મારા