સંઘર્ષ - (ભાગ-3)

  • 2.9k
  • 1.2k

મમ્મી પપ્પાનું ફ્રી નેચર જોઈ સાહીલ અને પિહુ બન્ને ખુશ હતા. તેમને એમ લાગ્યું કે તેમની પાસે કોઈ એવુ વ્યક્તિ છે જે તેમને સમજે છે અને સાચો રસ્તો બતાવી રહ્યું છે. વાતો કરતા જમીને બહાર આવ્યા. હજુ કાર પાસે પહોંચ્યા નહોતા ત્યાં સાહીલનો ફોન રણકયો. સાહીલે જોયુ, ફોન તેના ઘેરથી હતો. તે ફોન પર વાત કરવા ઉભો રહ્યો અને સાથે પિહુ પણ ત્યાં જ ઉભી રહી, તેના મમ્મી પપ્પા કારમાં જઈ વેઇટ કરશે એવુ કહી આગળ નીકળી ગયા. " હલો મમ્મી..... કેમ અત્યારે અચાનક ફોન કર્યો ? કઈ થયું છે ? " " હા સાહીલ ...... તું જલ્દી ઘેર આવી