સંઘર્ષ - (ભાગ-2)

  • 2.6k
  • 1
  • 1.1k

અમિત ભાઈ ગાડીમાં બેસી હોન પર હોન વગાડી રહ્યા છે તે અવાજ આખુ વાતાવરણ બગાડી રહ્યો છે. ઘરની અંદર પણ પડઘો પડી રહ્યો હતો, પણ હજુ માં દીકરી તૈયાર થવામાંથી બહાર આવી નહોતા રહ્યા. અમિત હોન પર હોન વગાડે જતો હતો. મનીષા અને પિહુ અવાજથી કંટાળી ઉતાવળા બહાર આવી એક સાથે અમિતભાઈ ઉપર વર્ષી પડ્યા. " ખબર જ નથી પડતી, આખુ ઘર ગાડું કર્યું. જરાક તો સુધરો... હવે નાના નથી... " મનીષા આવતા ગુસ્સેથી બોલે જતી હતી. " શું મમ્મી કોની સાથે માથું મારે છે જો એ હેન્ડ્સફ્રી લગાવી બેઠા છે. પપ્પા બહુ હોશિયાર છે..." હસતા પિહુએ તેના પપ્પાના હેન્ડ્સફ્રી