સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - 2

  • 8.8k
  • 1
  • 3.5k

પ્રકરણ 2. કુંડલિની ઓરા-કુંડલિની-નાડી અને ૭ ચક્રોની આ યાત્રામાં પ્રથમ લેખમાં આભામંડળ (Aura) વિષે જાણ્યા બાદ 'કુંડલિની' વિષે થોડું સમજીએ. ચર્ચા શરુ કરીએ તે પહેલાં એક સ્પષ્ટતા. ઘણા લોકો 'કુંડળી' અને 'કુંડલિની' બંને શબ્દોને સમાનાર્થી સમજે છે. ખરેખર તેમ નથી. જન્મસમયના ગ્રહો આધારિત જ્યોતિષશાસ્ત્ર મુજબ જે બને તે 'કુંડળી'. અહીં જેની વાત કરીએ છીએ તે છે ’કુંડલિની’. ઇંગ્લીશમાં તેને Serpentine Power શબ્દ વાપરવામાં આવે છે. તમામ પ્રાચીન સંસ્કૃતિઓમાં - પાનમાં 'કી', ચીનમાં 'ચી', ઇજિપ્તમાં 'આઈસીસ(Isis), અન્ય સંસ્કૃતિઓમાં કોઈ અન્ય નામે - કુંડલિની શક્તિનો ઉલ્લેખ છે જ. કુંડલિની એટલે શું? શરીરની મૂળભૂત પ્રાણશક્તિ ( Basic Life Force) એટલે કુંડલિની