સંઘર્ષ - (ભાગ-1)

  • 3.8k
  • 1
  • 1.4k

" હાય મોમ.... ગુડ મોર્નિંગ " પિહુ ખુશી ખુશી બોલી રહી હતી. " ગુડ મોર્નિંગ ડાર્લિંગ ... શું વાત છે ? આજે કંઈક વધારે ખુશ લાગે છે મારી લાડલી !" મનીષા તેની દીકરીના માથે હાથ મૂકી વહાલ કરતા બોલી. બન્ને માં દીકરી વચ્ચે ચાલીસ એક વર્ષનો જનરેશન ગેપ છે, પણ મનીષા તેની દીકરીની મિત્ર જ બનીને રહેતી હતી. કૉલેજ કરતા છોકરાઓના મિત્ર બનીને જ તેમના મનને સમજી શકાય અને આજ એ સમય હોય છે જયારે બાળકોનો જવાનીના જોશમાં ક્યાંક ખોટા રસ્તે ચડી જવાનો ડર દરેક માંબાપને હોય છે, અને ઉંમર પણ એવી હોય છે કે તેને ડરાવી કે ધમાકાવી પણ