બાણશૈયા - 14 - છેલ્લો ભાગ

  • 2.4k
  • 2
  • 928

પ્રકરણ: ૧૪ એય! જીન્દગી વ્હાલી જીંદગી, પ્યારી જીંદગી. તું ખૂબસુરત છે. ખૂબ...ખૂબ..ખૂબ જ સુંદર. જાણે કે સૃષ્ટિનાં ભાલ પર શોભતું તિલક, જાણે કે સહેજ પીળાશ પડતો ચળકતો પૂનમનો ચાંદ, જાણે કે ક્ષિતિજની પેલેપાર પહોંચવા ઉત્કૃષ્ટ રતૂમડો સૂરજ જાણે કે મહાસાગરનાં મોજાં પર હિંચકે ઝૂલતું મેઘધનુષ, જાણે કે રૂમઝૂમતું પાયલ પહેરી પગરવ માંડતો પવન, જાણે કે બ્રહ્માંડમાં ગરબે ઘૂમતાં વાદળો, જાણે કે ઉછળતું કૂદતું હરણું અને હરણાંને બાથમાં ભરી વ્હાલ કરતું ઝરણું અને એ ઝરણું મારું શમણું અને એ શમણાંમાં સમાયેલ મારું શરણું. હું તને ખૂબ ચાહું છું અને તું પણ મને. હું તારી પાસે ખોબો ભરીને સુખ માગું અને તું