રેડ અમદાવાદ - 5

(16)
  • 3.8k
  • 1
  • 2k

૨૦૨૦, જાન્યુઆરી ૬, સવારે ૦૮:૧૫ કલાકે સુભાષબ્રીજ પાસેના રીવરફ્રન્ટ ગાર્ડનની પગદંડી પર સફેદ કેનવાસના શુઝે ધીમી દોટ મૂકેલી. જોગીંગ. ગાર્ડનમાં પ્રવેશતાં જ ડાબી તરફની પગદંડી, થોડી આગળ લોટસ પોન્ડ, ઓપન એર થીએટર... પગ અશ્વની માફક ઝડપ મેળવી રહેલા. શ્યામ ટ્રેક અને ગ્રે ટી-શર્ટમાં કસાયેલું તન ધરાવતો વ્યક્તિ. તેજ ઝીણી આંખો, ટૂંકા વાળ, તીણી ધારદાર હોઠથી નીચેની તરફ નમતી આછી મુછો, સાથે કમરમાં શ્વેત નરમ રૂમાલ લટકાવેલો હતો. પરસેવો કપાળને ચમકાવી રહ્યો હતો. ગરદન પરથી નીતરતી ખારી નદીઓ ટી-શર્ટને વધુ પલાળી રહેલી. જેના કારણે જાન્યુઆરીની ઠંડીમાં પણ ટી-શર્ટ ભીની હતી. ‘ચિરાગ...! અરે ભાઇ ધીરે દોડ...’, વ્યક્તિની પીઠ તરફથી જયે