રેડ અમદાવાદ - 4

(18)
  • 4.5k
  • 1
  • 1.9k

૨૦૨૦, જાન્યુઆરી ૫, બપોરે ૧૨:૩૦ કલાકે ‘પેલી છોકરીની ભાળ મળી ગઇ છે.’, રમીલાએ સોનલના કાર્યાલયનો દરવાજો ઉઘાડ્યો. સોનલ કાર્યાલયમાં મેઘાવી સાથી ચર્ચામાં હતી. બન્નેના હાથમાં ચાનો પ્યાલો હતો અને મેઘાવી પ્લેટમાંથી કકરી વેફર ઉપાડવા જઇ રહી હતી. રમીલાના અવાજે ચર્ચાને થોભાવી નાંખી. ‘સરસ...!’ સોનલે તુરત જ ઇશારાથી રમીલાને અંદર બોલાવી. ‘આવ.’, રમીલા કાર્યાલયમાં પ્રવેશી અને તેની પાછળ જ જસવંત પ્રવેશ્યો. ‘હા, જસવંત...! રમીલાનું છુપું પત્તું... અને તપાસ કરવાના સમયે, દરેક પ્રશ્નોનો જવાબ...’, મેઘાવીએ જસવંત સામે જોયું અને મલકાઇ. ‘અરે...મેડમ..! એવું કંઇ નથી.’, જસવંતે સોનલની તરફ જોયું અને જમણા હાથમાં રહેલાં કાળા રંગના પાકીટને બાવળા