રેડ અમદાવાદ - 2

(20)
  • 4.3k
  • 1
  • 2.2k

૨૦૨૦, જાન્યુઆરી ૧, અમદાવાદ, પ્રભાતના ૦૫:૦૦ કલાકે, અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા સુજલામ નામના બહુમાળી ભવનના ચોથા માળે, મકાન ક્રમ ૪૦૨ના શયનકક્ષમાં મોબાઇલનો રણકાર સંભળાઇ રહ્યો હતો. પહેલી રણકારની કોઇ અસર દેખાઇ નહિ. ૩૧ ડિસેમ્બરની ઉજવણીના બંદોબસ્તની કામગીરીના થાકના કારણે સોનલ આરામ કરી રહેલી. બીજી વખત ફરીથી મોબાઇલ રણક્યો. પલંગમાં તેણે હાથ ફેરવીને મોબાઇલ શોધવાનો પ્રયત્ન કર્યો. ફોન હાથ લાગ્યો નહિ અને રણકાર અટકી ગયો. ૩૫ વર્ષની સોનલ માધુ પલંગમાં વિકર્ણની જેમ ત્રાંસી સૂતેલી. તેણે શ્યામ ટી-શર્ટ અને ગ્રે સ્કર્ટ ધારણ કરેલું હતું. ડાબો પગ વાળેલો અને પાની જમણા પગના ઘૂંટણને સ્પર્શેલી હતી. ઊંધા માથે સૂતેલી તેણે માથા પર ઓશીકું