ઓ મોરે સૈયા - 5 - છેલ્લો ભાગ

(19)
  • 3.4k
  • 1
  • 1.4k

મોહિત અને ચાંદની બંને જોબ કરવા લાગ્યા હતા. ચાંદની અને મોહિત નો પ્રેમ વધતો જતો હતો. તેમના લગ્ન ને હવે એક વર્ષ થવા આવ્યું હતું. હવે દિવાળી આવવાની હતી. લગ્ન પછી તે બંને ની પહેલી દિવાળી હતી. આજે ચાંદની સ્કુટી લઈને જોબ પર જવા નીકળી ગઈ હતી. બીજા દિવસ થી ચાંદની ને પાંચ દિવસ ની રજા પડવાની હતી. આ બાજુ સવિતા બહેન ખૂબ ઉદાસ હતા. તેને જોઈ લાલચંદ્ર એ પૂછ્યું , " શું થયું છે ? કેમ આમ ઉદાસ છો ? "સવિતા બેન : ઉદાસ તો હોવ જ ને .. દિવાળી આવવાની છે..અને આપણો દીકરો અને વહુ