રેડ અમદાવાદ - 1

(21)
  • 6.4k
  • 2
  • 3.3k

૨૦૧૯, ડિસેમ્બર ૩૧, અમદાવાદ રાતના ૧૧:૦૦ કલાકે, અમદાવાદના સી.જી. રોડ નામથી પ્રખ્યાત થયેલા વિસ્તારમાં જનમેદની અંગ્રેજી નૂતન વર્ષની વધામણી અર્થે એકઠી થયેલી. પ્રત્યેક વર્ષે પુનરાવર્તીત થતી ઘટનાઓમાંની એક ઘટના એટલે સી.જી. રોડ પર થતી વાર્ષિક ઉજવણી. માર્ગ પર નવયુવાનોની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો. ૦૧ જાન્યુઆરી, ૨૦૨૦ની પ્રતીક્ષામાં નવયુવાનો દ્વારા ઉત્પન્ન થઇ રહેલા કોલાહલની તીવ્રતામાં વધારો થઇ રહેલો. ચાલવા પૂરતી જગા પણ છોડવામાં આવી નહોતી. એક એક ક્ષણ ભરપૂર જુસ્સા અને હર્ષોલ્લાસની લાગણી સાથે વહી રહી હતી. માર્ગ પર ફૂગ્ગાથી માંડીને વિચિત્ર પ્રકારના અવાજ ઉત્પન્ન કરતા વાજિંત્રો વેચનારાઓ નજરે પડી રહેલા. નાસ્તાની હાટડીઓની રમજટ જામેલી. પ્રજા વિવિધ પ્રકારના