ક્રિપ્ટો કરન્સી અપનાવવાનાં 5 મજબૂત કારણો

  • 9.6k
  • 1
  • 2.5k

વૈશ્વિક અર્થતંત્ર ડિજીટલ ઈકોસિસ્ટમ તરફ મક્કમ ડગલાં માંડી રહ્યું છે. રોકાણથી માંડીને મની ટ્રાન્સફર આ બધું જ હવે પેપરલેસ બની ગયું છે. ડિજીટલ પેમેન્ટ ક્ષેત્રમાં નવો ઉમેરો છે ક્રિપ્ટો કરન્સી. ક્રિપ્ટો કરન્સી નાણાની લેવડદેવડ માટેનું એક એવું નવું માધ્યમ છે જે અમેરિકન ડોલર જેવી સામાન્ય કરન્સીની જેમ જ કાર્ય કરે છે. પરંતુ તે ડિજીટલ માહિતીની આપ-લે માટે બન્યું છે એ પણ યાદ રાખવું જોઈએ. ક્રિપ્ટો કરન્સીની જો વ્યાખ્યા કરવી હોય તો તે એક એવી વિકેન્દ્રિત ડિજીટલ કરન્સી છે જે સુરક્ષા માટે ક્રિપ્ટોગ્રાફીનો ઉપયોગ કરે છે અને જે ફેક કરન્સીનું ચલણ અશક્ય બનાવે છે. તે કોઈ સરકારી સંસ્થા દ્વારા ઉભી કરવામાં