સંકલ્પ - એક અતૂટ જોડાણ - 5

  • 4.5k
  • 1
  • 1.6k

શ્રુતિ ખૂબ ઉદાસ હતી, પણ એણે વિચાર્યું કે જે થશે એ જોયું જશે. હાલ એ બાબતો વિચારવી જ નથી. જે માણસના હાથમાં ન હોય. એમ વિચારી એ પોતાના રૂમમાં આવી સુઈ ગઈ. વહેલી સવારે એ ઉઠી ત્યારે, સવારનો કુમળો તડકો એના ચહેરા પર રમત રમી રહ્યો હતો. બારી તો વૉર્નિંગ માસીને કારણે બંધ હતી, પણ એમાંથી સૂરજના કિરણો આવી એની સાથે રમત રમી રહ્યા હતા. શ્રુતિ ખૂબ આનંદ અને ઉમળકા સાથે ઉઠી. માસી તો પહેલાથી જ બાથરૂમમાં સ્નાનાત્યાદિ ક્રિયાઓ માટે ઉઠી ગયા હતા. એ ઉઠી ત્યારે કુમળા તડકા સાથે એણે બીજું પણ કંઈક અનુભવ્યું. એવું કંઈક જે હાલ પૂરતું એને