સંકલ્પ - એક અતૂટ જોડાણ - 3

(11)
  • 4.5k
  • 2
  • 1.8k

રાતના 1:50 થયા કે આ પ્રવાસના મેનેજર મિ. શ્રીકાંત પ્રવાસના દરેક વ્યક્તિ જે રૂમમાં રોકાયા હતા, એમનો દરવાજો ખખડાવી આવ્યા અને બધાને સામાન સાથે નીચે આવવા જણાવ્યું. એક પછી એક બધા આવી ગયા. નીચે આવ્યા તો દરેકે જોયું કે 27 સીટની એક મીની લક્ઝરી સિવાય બીજી કોઈ બસ ત્યાં નહતી. "હવે અહીંથી આપણે આ બસમાં આગળ જઈશું." બધાનો મુંઝવણ ભરેલો ચહેરો જોઈ મિ. શ્રીકાંત નજીક આવી બોલ્યા. એમણે જાતે જ બધાનો સામાન બસમાં મુકવામાં મદદ કરી. સામાન ખૂબ હતો, પણ વ્યવસ્થિત ગોઠવણથી બધો સામાન આવી શક્યો. છેવટે 2 વાગ્યે બસ ઉપડી અને બધા બસમાં જ જેમ-તેમ કરી સુઈ ગયા. સવારે