માનસિક ત્રાસ ભાગ-3

  • 3.3k
  • 1.1k

માનસિક ત્રાસ ભાગ-3 ધોરણ-૧૦માં ગણિત વિષયમાં મનનની પક્કડ સારી હતી જેના આધારરૂપ તે કોમર્સ લાઇન લઇ સી.એ. (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) થવા માંગતો હતો. એટલે મનને ધોરણ-૧૦ બાદ કોમર્સ લાઇન પસંદ કરી અને અભ્યાસ આગળ વધાર્યો. વર્ષના મહિનાઓ... દિવસો.... પસાર થતા ગયા. મનન ધોરણ-૧૨માં આવ્યો. એટલે ફરીથી મહત્વનું વર્ષ...! મનનને વાંચવામાં એકાગ્રતા રહે અને કોઇપણ જાતની સીતાની હેરાનગતી કનડે નહી તે માટે મનન કોચિંગ ક્લાસમાં જઇને વાંચતો. સવારે સાઇકલ લઇને કોચિંગ ક્લાસ જતો અને રાત્રે અગિયાર વાગ્યા સુધી વાંચ્યા કરતો. અને પછી ઘરે આવીને ફરીથી વાંચતો. આમ, મોટા ભાગનો સમય ઘરની બહાર રહીને વાંચતો એટલે સીતાની કનડગત ન રહે. પરંતું છતાં સીતા