એક લગ્ન નિમિત્તે વડોદરા જવાનું થયું ત્યારે બે દિવસના રોકાણ દરમ્યાન ગમે તેમ સમય કાઢીને પણ બિહારીભાઈને મળવું એવું મનોમન નક્કી કર્યું. વડોદરા આવતાં અગાઉ બિહારીભાઈ અમારી સોસાયટીમાં જ રહેતા હતા. એમના પત્ની અનસૂયાબહેન અમારા ગામના અને વળી એક જ નાતનાં. કોલેજમાં એક વર્ષ આગળ પહેલેથી જ ભાઈ કહીને બોલાવે. એમના બન્ને બાબા સુનિલ અને અનિલ પણ ‘મામા’ કહે. અમારો સંબંધ દિવસે દિવસે ગાઢ થતો જતો હતો. એવામાં બિહારીભાઈએ કેટલાક કૌટુંબિક કારણોસર વડોદરા બદલી કરાવીને વડોદરામાં જ સ્થાયી થવાનું નક્કી કર્યું. એ વખતે એમનો મોટો દીકરો સુનિલ લગભગ પાંચ વર્ષનો હતો. એમના વડોદરા ગયા પછી પણ સારો એવો