સંકલ્પ - એક અતૂટ જોડાણ - 2

  • 4.4k
  • 4
  • 1.8k

પ્રકરણ 2 શું જરૂરી વસ્તુઓ ભૂલી હતી એ એણે યાદ કરવા પ્રયત્ન કર્યો. એને કઈ યાદ ન આવ્યું. છેવટે એના પપ્પાએ જ શ્રુતિને વિચારોમાં ખોવાયેલી જોઇને કહ્યું, “શ્રુતિ, ચિંતા ના કર, જે હશે એ જયારે યાદ આવશે ત્યારે જે-તે જગ્યાએથી લઈ લઈશું. અત્યારે તું બાકીની પેકિંગ પર ધ્યાન આપ” “ઠીક છે” એમ કહી શ્રુતિ પાછી કામે વળગી. અને એની અને એના મમ્મી-પપ્પા માટેની ૩ બેગો એણે ઝટપટ તૈયાર કરી દીધી અને ઘરના લાડુ, થેપલા, ફરસી પૂરી એ બધું મૂકી દીધું અને બેગ પેક કરી વજન ચેક કર્યું. વિમાનમાં જવાનું હોઈ એ ચેક કરવું જરૂરી હતું. પણ જે વજનની મર્યાદા હતી