માનવ વેદના - ૨

  • 3.9k
  • 1k

એક દિવસ એક ઘરડા દાદા મારી દુકાનમાં આવ્યા. આવતાની સાથે મારા ટેબલ ઉપર એક ગોળ તકિયું મૂકી દીધું. ભાઈ ફક્ત 20 રૂપિયાનું છે લઇ લો. મહેરબાની કરીને એક તકિયું લઈલો. હું મારા રોજમેળમાં રોજની નોંધ કરી રહ્યો હતો. મારુ ધ્યાન તેમના ઉપર ગયું નહીં. ભીખ માંગતા આવડતું નથી એટલે આ તકિયા વેચુ છું. હું મારા કામમાં વ્યસ્ત હતો પણ તેમના મુખેથી આવા શબ્દો સાંભળી મારુ ધ્યાન તેમના તરફ ગયું. મેં તેમની સામે જોયું તો લગભગ 70 થી 75 વરસની ઉંમરના હતા. દેખાવે એકદમ દુબળા, ઉંચાઈ ઘણી હતી. શરીરે સફેદ સધરો અને સફેદ લેંઘો પહેરેલ હતો. માથા પર સફેદ વાળ હતા