સવ્યસાચી અર્જુન દ્વારા સિંધુરાજ જયદ્રથ નો વધ થયેલો જોઈને અંગરાજ કર્ણે એના પર આક્રમણ કરી નાંખ્યું. અંગરાજ કર્ણ ને અર્જુન તરફ આવતો જોઈને પાંચાલ રાજકુમારો(યુધામન્યુ અને ઉતમૌજા) તથા સાત્યકિ કર્ણ તરફ આગળ વધ્યા. અંગરાજ કર્ણ ને પોતાની નજીક આવતો જોઈને મહારથી અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ ને કહ્યું કે " આ સુતપુત્ર કર્ણ વીર સાત્યકિ તરફ આગળ વધે છે અવશ્ય આજે રણભૂમિમાં ભૂરિશ્રવા નો વધ એના માટે અસહનીય થઈ ગયો છે." "હે જનાર્દન, તમે પણ રથ ને ત્યાં લઈ જાવ જ્યાં કર્ણ જાય છે ક્યાંક એવું ન બને કે કર્ણ સાત્યકિ ને પણ ભૂરિશ્રવા ના માર્ગે મોકલી દે" મહારથી અર્જુન ના આવું કહેવા