લવ બ્લડ - પ્રકરણ-67 - છેલ્લો ભાગ

(144)
  • 5.5k
  • 7
  • 2k

લવ બલ્ડ પ્રકરણ-67 ડમરૂ ઘણો ઘવાયો હતો એની પીઠ પાછળથી લોહી વહી રહેલું એ કણસતો હતો એણે સિધ્ધાર્થને કહ્યું "મારાથી આ પીડા સહેવાતી નથી મને ગોળી મારી દો પ્લીઝ. સિધ્ધાર્થ ગુસ્સાથી કહ્યું" આગળ બોલ નરાધમ નહીતર હવે આ ઘા પર મીઠું મરચુ ભભરાવીશ તને રીબાઇ રીબાઇને મારીશ બોલ... ડમરૂએ આગળ કહ્યું "ચા ના બગીચા હડપવા માટે મેં પેલી રીતીકા મેડમને ઓફર મોકલી હતી પણ એ ટસની મસ નહોતી થતી કારણ કે એ સુરજીતની સલાહથીજ કામ કરતી એનો ધણી મરી ગયાં પછી સુરજીતની સાથેજ હરતી ફરતી અમને એ લોકોના લફરાંની ખબર પડી ગઇ હતી. આ બાજુ એનો છોકરો દેબુ પેલાં શતાન્શુની છોકરી