અવતાર “ બા! તમારી પરિસ્થિતિ ની મને સારી રીતે જાણ છે! આ કેસ ફી હું નહિ લઉં, ને લો, આ કેટલીક દવા છે, તમારી તબિયત એકદમ સારી થઇ જશે હવે! ને ગમે ત્યારે જરૂર હોય આવી જજો. તમારો દીકરો તમારી સેવા માટે હંમેશા તૈયાર જ હશે.” તપાસ પૂરી કરતાં જ ડૉ. હરેકૃષ્ણએ સ્નેહ સભર સ્વર સાથે બા ને ટેકો આપી ઊભાંકર્યાં . બા ની આંખો માં ડૉ. હરેકૃષ્ણ માટેએક પુત્ર તુલ્ય પ્રેમ નીતરી રહ્યો હતો. બે હાથ ઊંચા કરી એકપણ શબ્દ બોલ્યા વગર બા એ આંખો વડે જ આશીર્વાદ આપી ને જેવી વિદાય લીધી કેસામે રહેલાડૉ. હરેકૃષ્ણ ના દીકરા અનુજીત