મનની હવેલી

  • 3.1k
  • 2
  • 1k

"એવી થાકી હતી કે શું વાત કરું તમને ! ક્યાં હતીને હું શું કરવા નીકળી હતી એ ભાન જ ન રહ્યું ને !" અચાનક ધડામ એવા અવાજ સાથે તો હું ઊલળી.. માથામાં કશુંક વાગ્યું પણ ખરા ! ઓહહહહ... 'ના,ના અવાજ ન નીકળ્યો મારો'.....હ્રદયના ધબકારા જરૂર વધી ગયા. એક મોટી હવેલીમાં મેં જાણીજોઈને કે પછી ભૂલથી પ્રવેશ લઈ લીધો હતો એવું લાગ્યું. એકસાથે કેટલા લોકો બોલતા હોય એવા અવાજ આવી રહ્યાં હતા. મને બહુ ગંદી વાસ પણ અનુભવાઈ. જે મારા શ્વાસમાં પ્રવેશી કે હું ગભરામણ અનુભવવા લાગી. હું મને એકદમ અસ્વસ્થ થઈ હતી. શું કરવું એ નહોતું સમજાતું. ચારેકોર અંધકાર