ઋતુઓ પણ પાટલી બદલે છે..!

  • 3.4k
  • 928

ઋતુઓ પણ પાટલી બદલે છે..! ઋતુઓ પણ સ્વચ્છંદી બનતી જાય છે દાદૂ..! અઠવાડિયાનો પ્રવાસ હોય તો ત્રણેય મૌસમનો સામાન બેગમાં પેક કરીએ તો મેળ પડે. માશૂકાની માફક મૌસમના પણ છણકા વધતા ચાલ્યા. જેમ ચૂંટણી આવે તે પહેલાં નેતાઓ પાટલી બદલીને કોઈપણ પાટલા ઉપર ગોઠવાય જાય, એમ મૌસમનો પણ ભરોસો નહિ. નેતાઓ ખેસ બદલે ને ઋતુઓ પ્રકૃતિની ઓઢણી બદલે. શિયાળામાં ઉનાળો ઘુસી જાય, ઉનાળામાં ચોમાસું ઘુસી જાય, ને ચોમાસાની બુજી ઋતુઓમાં બધી ઋતુઓ થોડી-થોડી ઘુસીને કુંભ-ઋતુ બનાવે. સવારે વરસાદમાં ભીનેવાન થવાનું, બપોરે પરસેવાન થવાનું, ને સાંજે ટાઈઢમાં ઠંડેવાન થવાનું..! ગજબની છે આ ઋતુઓ..! નવરાતના દિવસોમાં માતાજી ની શરમ