મધુરજની - 26

(128)
  • 6.6k
  • 6
  • 3.2k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ-૨૬ ગફુરે હજી ભરૂચ રેલવે સ્ટેશને ગાડી પાર્ક કરી ત્યાં જ એક ભગવા વસ્ત્ર ધારી યુવાને આવીને તેને ધીમેકથી પૂછ્યું- આમ મુજે લે જાઓગે? શાંતિ આશ્રમ? હમણાં તે શાંતિ-આશ્રમ થઈને આવ્યો હતો. સુમંતરાય યોગ કરી રહ્યા હતા એટલે મળી શક્યો નહોતો. અન્ય લોકો સાથેય આખો મળી હતી પણ કોઈએ કહ્યું નહોતું કે કોઈ ભગવા વસ્ત્રધારી મહેમાન આવવાનાં હતા. આવું કશું હોય તો તેને આગોતરી જાણ કરવામાં આવતી કે તે મહેમાનને સંભાળપૂર્વક લઈ આવે પણ એમે બન્યું નહોતું. ગફુરને એ વ્યક્તિ તેજસ્વી લાગી. આવી વ્યક્તિ જ આશ્રમમાં આવે ને? તેણે મનોમન નક્કી કરી નાખ્યું, તે આ વ્યક્તિ પાસેથી