ગુલામ – 3

(65)
  • 4.6k
  • 3
  • 2.8k

ગુલામ – 3 ( પિતાનો ત્રાંસ ) પોતાનાં પિતા પાસેથી કડવા વચનો સાંભળી, બધાની વચ્ચે બેઇજત થઈને અભય કાઉન્ટર પાસે જઈને ઉભો રહ્યો. વડીલોએ મહેમાનોને જમવા માટે હાંકલ મારી એટલે મહેમાનો ભૂખ્યા શિયાળનાં ઝુંડની જેમ કાઉન્ટર પર ઢગલો થઈ ગયાં. અભયે પોતાનું ધ્યાન જમવાનું પીરસવા પર કેન્દ્રિત કર્યું. થોડીવાર પછી ઉદય કાઉન્ટર પર આવી, અભય પાસે ઉભો રહી ગયો. અભયનો બેજાન ચહેરો જોઈ તેનાં પપ્પા ખિજાણાં હશે એ વાત ઉદય સમજી ગયો. તેણે અત્યારે મૌન રહેવાનું જ મુનાસિફ સમજ્યું. જમણવાર પત્યું એટલે ધીમે ધીમે મહેમાનો વિદાય લેવાં લાગ્યાં. કાઉન્ટર પર રહેલાં છોકરાઓએ પણ જમી લીધું. ત્યારબાદ બે કલાક