બાણશૈયા - 6

  • 2.7k
  • 1.1k

પ્રકરણ : ૬ જમાઈ બન્યા સાક્ષાત જગદીશ ચાણક્ય નીતિમાં પણ કહેવાયું છે અને આપણા અનેક ગ્રંથોમાં પણ સમજાવ્યું છે તેમજ આપણાં પૂર્વજો પણ એમનાં અનુભવનાં આધારે કહી ગયા છે કે “સામા પક્ષનું મૂળ અને કૂળ જોઈને દીકરી પરણાવાય.” મારી દીકરી ડોક્ટર હોય એના માટે જીવનસાથી પણ ડોકટર જ હોવા જોઈએ એવો અમે આગ્રહ રાખ્યો ન હતો. અમને દીકરીનાં જીવનસાથી માટે એક સારા વ્યક્તિની શોધ હતી. આમ છતાં, ઈશ્વરકૃપાથી અમને જમાઈ ડોકટર મળ્યા. જે અમારું અહોભાગ્ય હતું. એમની સાથેની મુલાકાતોથી અમને પ્રતીતિ થઈ ગઈ હતી કે આ છોકરો સંસ્કારિતાનાં સર્વોપરિ શિખરને આંબી એક ઉત્તમ માણસ અને માણસાઈનું ઉદાહરણ પૂરું પાડી શકે