ઔકાત – 20

(123)
  • 5.7k
  • 5
  • 3.6k

ઔકાત – 20 લેખક – મેર મેહુલ પરસાળમાં માહોલ ગમગીન હતો, જન્મદિવસનો ઉત્સવ શોકસભામાં બદલાય ગયો હતો. એક તરફ શ્વેતાની સહેલીઓ રડી પડી હતી તો બીજી તરફ ઘણા લોકો આ ઘટનાં કેવી રીતે બની અને ઘટનાં પાછળ કોનો હાથ છે એ જાણવા ઉત્સુક થઈ રહ્યા હતાં. સહસા એક કાર દરવાજા પાસે આવીને ઊભી રહી. તેમાંથી શશીકાંત અને બદરુદ્દીન ઉતરીને પરસાળમાં આવ્યાં. ગમગીન વાતાવરણ જોઈને તેઓને કંઈક બનાવ બન્યો છે તેનો ખ્યાલ આવી ગયો એટલે તેઓ બળવંતરાય પાસે પહોંચી ગયા. બળવંતરાય ભાવહીન ચહેરે ખુરશી પર બેઠા હતાં. “શું થયું મોટાભાઈ, કેમ વાતાવરણ આટલું બધું ગંભીર છે ?” શશીકાંતે પૂછ્યું.