ઔકાત – 11

(105)
  • 6.3k
  • 7
  • 4k

ઔકાત – 11 લેખક – મેર મેહુલ શિવગંજ પોલિસ સ્ટેશનમાં નજારો કંઈક આવો હતો. દિપક તેનાં સાથી હવાલદારો સાથે ગપ્પાં મારતો હતો. બે હવલદાર બહાર ચાની લારી પર બેઠાં બેઠાં મોબાઈલ મચેડતાં હતાં, બેરેકની પાછળ રહેલાં ગુન્હેગારો તાળીઓ પાડીને મચ્છર મારતાં હતાં અને રણજિત ખુરશી પર બેસી, ટેબલ પર પગ ચડાવીને સિગરેટ પીતો હતો. કિશોર રાવત પોતાનો કાફલો લઈને બલીરામપુરમાં જે ઘટનાં બની હતી ત્યાં ગયાં હતાં. રણજિતનાં હાથમાં દીપકે પઠાણનું જે સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું તેની ફાઇલ હતી. પઠાણનાં બયાન મુજબ, ટ્રકમાંથી અચાનક કેટલાક નકાબધારી માણસો નીચે ઉતર્યા અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. પોતાનો જીવ બચાવવા પઠાણ