માનસિક ત્રાસ ભાગ-૨

(20)
  • 3.5k
  • 1.4k

માનસિક ત્રાસ ભાગ-૨ આગળના અંકમાં સીતાના ગુસ્સાના કારણે મનનને જે શારિરીક ખોડખાપણ થઇ તેની ચર્ચા કરી. હવે આગળ... સીતા મનનની મોટી બહેન હતી એટલે માતા-પિતાના સંસ્કાર હેઠળ તે સીતાને દરેક વખતે માન-સન્માન આપતો. પરંતુ સીતા તો તૂંડ મિજાજી હતી. એને સારૂ લાગે તો મનન સાથે સારી રીતે વાત કરે અને ગુસ્સો આવે અને મૂડ સારો ન હોય તો મારપીટ પણ કરી લેતી. નાનપણમાં સીતા અને મનન એક જ સ્કુલમાં ભણતા હતા. જ્યારે મનન ધોરણ-૧ માં હતો ત્યારે સીતાએ ધોરણ-૬ માં હોવું જોઇતું હતું પરંતુ એ તે બે વખત એક જ ધોરણમાં નાપાસ થઇ હોવાથી હજુ ધોરણ-૪ માં જ હતી.