દિલથી અમીર

  • 2.5k
  • 748

એક નાનકડાં એવા ઘરમાં એક છોકરો દિવાળીનું હોમવર્ક કરી રહ્યો હતો. એ છોકરાની માં દિવાળી હોવાથી તેની પાસે જ ઘરની સાફ સફાઈ કરી રહી હતી. હોમવર્ક કરતા કરતા તે બોલ્યો "માં, આજે મારે મીઠાઈ ખાવી છે, ઘણા દિવસો થઈ ગયા મેં મીઠાઈ જોઈ પણ નથી." પોતાના બાળકની આ ફરમાઈશ સાંભળી, માં ઘરકામ કરતા કરતા અટકી ગઈ અને થોડી ભોંઠી પડી ગઈ. તેણે પોતાનું ફાટેલું પર્સ કાઢ્યું અને અંદર જોયું તો ફક્ત એક દસ રૂપિયાની જૂની નોટ હતી. આ જોતો જ મનોમન તેનો નિશાસો નીકળી ગયો અને બોલી "બેટા, હમણાં એક-બે દિવસમાં માલિક મને પૈસા આપશે, ત્યારે હું નવા વર્ષને દિવસે