પતિ પત્ની અને પ્રેત - 4

(99)
  • 7.9k
  • 5
  • 4.2k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૪વિદેશી ડેલિગેશન સાથેની મુલાકાત પતાવીને વિરેન ફેકટરી પરથી ઘરે જવા નીકળ્યો ત્યારે રીલોક તો એમ જ સમજતો હતો કે સીધો ઘરે જ જઇને ઊભો રહેશે. હજુ લગ્નના દિવસ આંગળીના વેઢે ગણાય એટલા જ થયા હતા. રેતા એની કાગડોળે રાહ જોતી હશે એની એને ખબર હતી. તે જલદી ઘરે પહોંચવા માગતો હતો. એ સાથે રેતાને સરપ્રાઇઝ આપવા એક સ્થળ જોઇ લેવા માગતો હતો. ફેકટરી પરથી કાર લઇને નીકળેલો વિરેન થોડે દૂર ગયો પછી એક વળાંક આવ્યો ત્યાં બીજા રસ્તે વળી ગયો. તેણે ઘડિયાળમાં જોયું અને એક કલાક મોડું થશે એવી ગણતરી કરી. તે કારને ઝડપથી ચલાવીને