મધુરજની - 17

(99)
  • 5.9k
  • 4
  • 3.3k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ-૧૭ સતત બીજી સવારે પણ શ્વેતાએ એનું એ જ દૃશ્ય જોયું. તીવ્ર જિજ્ઞાશા જાગી. આમ કેમ હોય? રાતભર પલંગ યથાવત જ રહ્યો હતો? કોઈ જાણે સુતું જ ના હોય! મન તો ગમે એ દિશામાં જાય. એને થોડું રોકી શકાય? પહેલાં તો થયું કે તેણે શા માટે વિચારવું જોઈએ. આ વિષયમાં? આ તો ભાઈ-ભાભીનો સાવ અંગત પ્રશ્ન હતો. અને તે લગભગ અજાણ હતી- આ વિષયથી. બસ, ના વિચારવું કશું. તેણે નિર્ણય પણ લઈ લીધો કે તે મેડી પર જશે જ નહીં અથવા ટેબલ-લેમ્પની સ્વીચ દાબીને વાંચવા બેસી જશે. નહીં રખે કોઈ નિસ્બત એ મેડી સાથે. પણ...એ નિર્ણય ટક્યો