કિસ્મત કનેક્શન - પ્રકરણ 3

  • 3.6k
  • 2
  • 1.4k

આ બધી વાતો કરી હું ઘરે આવી. બધાનો મૂડ હજુ ખરાબ હતો. મારો જવાબ સાંભળી એમને મારી જ ભૂલ લાગતી હતી. હું આવી એટલે ફઈ મારી સામે મો બગાડી જતા રહ્યા અને પપ્પાએ મને કંઈ જ કીધું નહિ. આખો દિવસ પૂરો થયો અને હું ધાબા પર ગઈ ત્યારે મારો નાનો ભાઈ મોન્ટુ આવ્યો, સાંજ કરતા અત્યારે વધુ ખુશ લાગી રહ્યો હતો. એ જોડે આવ્યો. મેં એની ખુશીનું કારણ પૂછ્યું. તો એણે આવીને મને માથા પર ટપલી મારી અને બોલ્યો, "બહેના બહુ નસીબદાર છે તું, ખરેખર ખબર નહિ? તારી વાતોમાં લોકો આટલા જલ્દી કેમ આવી જાય છે?" હું એની ટપલી મારવાથી એના